Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહે આણંદમાં ત્રિભુવન સહકારિતા યુનિ. સહિત વિભિન્ન કાર્યોનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ ખાતે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર ચાર જ માસમાં આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન કાર્યાન્વિત થવા જઇ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે,આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે. 

    ગૃહ અને સહકાર મંત્રી અમિત‎શાહે જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં‎નવી ક્રાંતિ લાવતી ઐતિહાસિક પહેલ ‎‎તરીકે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર‎મોદીના નેતૃત્વમાં ત્રિભુવન સહકારી ‎‎યુનિવર્સિટીનો શિલાન્યાસ કરાયો‎ હતો. 125 એકર જમીન પર 500 કરોડ ‎‎રૂપિયાના ખર્ચે બનતી આ યુનિવર્સિટી ‎‎સહકાર ક્ષેત્રના વિકાસ માટે મીલનો ‎પથ્થર સાબિત થશે.‎ આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ‎‎સહકાર ક્ષેત્રમાં પારદર્શકતા લાવવા‎ માટે તૈયાર થતી યુનિવર્સિટીમાં હવે‎ હજારો ત્રિભુવન પેદા થશે અને ‎‎ભાઈ-ભત્રીજાવાદનો અંત આવશે.‎

    મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું ‎હતું કે આ યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે‎સહકારી અભ્યાસ, સંશોધન અને‎નવીનતાઓ માટે કેન્દ્રસ્થાન બનશે.‎નવી પેઢીને ક્લાયમેટ ચેન્જ, ડિજિટલ‎ઈકોનોમી અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રે‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎સહકાર માળખાને અનુકૂળ બનાવવા‎માટેનું કૌશલ્ય પણ અહીં‎વિકસાવવામાં આવશે. ભારતને‎વિકાસશીલમાંથી વિકસિત દેશ‎બનાવવાના અભિયાનમાં આ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎યુનિવર્સિટી ચાલક બળ બનશે, આ‎કાર્યક્રમમાં સાંસદ મિતેષ પટેલ,‎બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી,‎પેટલાદના ધારાસભ્ય કમલેશભાઇ ‎પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.‎

    ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકાર ક્ષેત્રની કરોડરજ્જુ બનશે‎

    સહકારી યુનિવર્સિટી સહકાર ક્ષેત્રના કર્મીઓ અને સભ્યોના તાલીમ અને વિકાસ‎માટે સમર્પિત સંસ્થા હશે. આ યુનિવર્સિટી 30 કરોડ સહકારી સભ્યો અને 80 લાખ‎બોર્ડ સભ્યોને ટેકનિકલ, એકાઉન્ટન્સી, માર્કેટિંગ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી‎તાલીમ આપશે. તે સહકારના મૂલ્યો અને સંસ્કારોને પણ પ્રોત્સાહન આપશે.‎

    4 વર્ષમાં 200થી વધુ હાલની સહકારી સંસ્થાઓને જોડવા પ્રયાસ‎

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે, યુનિવર્સિટીનું શૈક્ષણિક માળખું લવચીક‎અને બહુ-શાખાકીય કાર્યક્રમોની શ્રેણી પ્રદાન કરશે. જેમાં પીએચડી, મેનેજરિયલ‎સ્તરે ડિગ્રી, સુપરવાઇઝરી સ્તરે ડિપ્લોમા અને ઓપરેશનલ સ્તરે પ્રમાણપત્રનો‎સમાવેશ થાય છે. યુનિવર્સિટી આગામી ચાર વર્ષમાં 200 થી વધુ હાલની સહકારી‎સંસ્થાઓને જોડવાનો પણ પ્રયાસ કરશે, જેથી રાષ્ટ્રીય નેટવર્ક બનાવવામાં આવે.‎

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply