Skip to main content
Settings Settings for Dark

વિશ્વ આદિવાસી દિવસઃ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી રૂપાણી

Live TV

X
  • આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે. ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે રાજ્યના ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજપીપલામાં જીત  નગર ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભેટ મળશે. આ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થશે. ત્યાર બાદ જીતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં "વિશ્વ આદિવાસી દિવસ"ની રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષના સુશાસનમાં આદિજાતિ લોકોનો સર્વાંગી વિકાસ થયો છે.  છેવાડાના લાભાર્થી સુધી યોજનાઓનો લાભ મળે તેના રીયલ ટાઇમ ફોલોઅપ અને સમયબધ્ધ આયોજનને કારણે રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકોની આર્થિક-સામાજિક વિકાસની પ્રક્રિયા ઝડપી બની છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply