નર્મદાના રાજપીપળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
Live TV
-
દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું.
નર્મદાના રાજપીપળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. રાજપીપલાના જીતનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિવાસીઓને મોટી ભેટ આપી હતી. દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. તેમની સાથે વન મંત્રી ગણપત વસાવા પણ હાજર હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસીઓ અને વનબંધુના બલિદાનને યાદ કરતા કહ્યું કે, આઝાદીના સંગ્રામમાં દેશ ક્યારેય તેમનું બલિદાન નહીં ભૂલી શકે..અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષના સુશાસનમાં આદિજાતિ લોકોનો સર્વાંગી વિકાસ થયો છે. છેવાડાના લાભાર્થી સુધી યોજનાઓનો લાભ મળે તેના રીયલ ટાઇમ ફોલોઅપ અને સમયબધ્ધ આયોજનને કારણે રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકોની આર્થિક-સામાજિક વિકાસની પ્રક્રિયા ઝડપી બની છે.
