શ્રાવણ માસમાં સ્ફટિકના શિવલિંગની પૂજાનું છે અનેરું મહત્વ
Live TV
-
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સ્ફટિકના શિવલિંગની પૂજાનું અનેરું મહત્વ છે. રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામ ખાતે ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં સ્ફટિકનું શિવલિંગ આવેલું છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, ભારતભરમાં સ્ફટિકનું લિંગ ધરાવતા ત્રણ જ શિવાલયો છે. જેમાં એક જમ્મુમાં, બીજુ કેદારમાં અને ત્રીજુ રાજકોટના રતનપર ખાતે સ્ફટિકનું શિવલીંગ આવેલું છે.
અતિ કીમતી અને સ્ફટિકમાં બનેલા શિવની પૂજા કરવાથી મોક્ષ મળતો હોવાની માન્યતા હોવાથી અહી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિકોની ભીડ ઉમટી પડે છે.ખાસ કરી ને આ સ્ફટિક નાં શિવલિંગ એકદમ શુદ્ધ અને પારદર્શક દેખાતા હોવાથી રોજ આરતી સમયે સ્ફટિક શિવ લિંગની શોભા અનેરી દેખાય છે. તેનું પૂજન કરવા ઠેર ઠેરથી શિવ ભક્તો જુદા જુદા પૂજન કરવા અને આરતીનો લાહવો લેવાનું ચુકતા નથી. અહીં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભંડારાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. પ્રવર્તમાન દ્વારકા પીઠના શંકરાચાર્ય જગતગુરુ સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારા ભગવાન ચંદ્રમૌલેશ્વરનું મંદિર વર્ષ 2011માં બનાવવામાં આવ્યું હતું.
