વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ: ‘અનુભવોને સાંભળો, સાચો બદલાવ લાવો’ની થીમ સાથે જાગૃતિનો સંદેશ
Live TV
-
દર વર્ષે 10 ઑક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 2026ની થીમ ‘અનુભવોને સાંભળો, સાચો બદલાવ લાવો’ છે, જે માનસિક પડકારોનો સામનો કરતા લોકોના અનુભવોને મહત્ત્વ આપવા પર ભાર મૂકે છે. કેન્દ્ર સરકારની ટેલિ-માનસ સેવા દ્વારા નાગરિકોને 24 કલાક નિઃશુલ્ક માનસિક પરામર્શની સુવિધા મળે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ માનસિક આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા સાથે ગ્રામીણ વિસ્તારોમાં સારવાર, કાઉન્સેલિંગ અને જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માનસિક સ્વાસ્થ્ય અંગેનો સંકોચ દૂર કરી જરૂરિયાતમંદોને સહાનુભૂતિ અને સહકાર આપવો એ દિવસનો મુખ્ય સંદેશ છે.
