Skip to main content
Settings Settings for Dark

વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત ઠેરવ્યા

Live TV

X
  • કોર્ટે ત્રણેયને બે-બે વર્ષની સજા તેમજ 50-50 હજારના દંડની સજા ફટકારી છે. જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા.

    પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ત્રણેયને બે-બે વર્ષની સજા તેમજ 50-50 હજારના દંડની સજા ફટકારી છે. જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્રણેય આરોપીઓને જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે, વિસનગરમાં ત્રણ વર્ષ પૂર્વે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. જે કેસ હાલમાં ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સાક્ષીઓની જુબાની, ફાઇનલ સ્ટેટમેન્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply