Skip to main content
Settings Settings for Dark

વિસાવદરના સુખપુર ગામે સમાજ ભવનનું કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ

Live TV

X
  • વિકસિત સમાજના નિર્માણ માટે સંગઠિત બનવું, શિક્ષિત બનવું, સંઘર્ષ માટે તૈયારી દાખવવી અને સામાજિક કુરિવાજ અને બદીઓને ત્યજવા જોઈએ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

    જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ઝાંઝેસરી નદીના તટ પર વસેલું 500ની જનસંખ્યા ધરાવતું નાનકડુ એવું ગામ સુખપુરમાં માતૃ કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે મંત્રી રાઘવજી પટેલના હસ્તે માતૃ કુંવરબેન રામજી રામાણી સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી અને જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, સંપ અને સંગઠનથી નાનકડા સુખપુર ગામમાં મોટા ગામને છે, જે તેવું પૂર્ણ સુવિધા યુક્ત સમાજ ભવનનું નિર્માણ થયું છે, તે એક પ્રેરણાદાયી બાબત છે. વિકસિત સમાજના નિર્માણ માટે સંગઠિત બનવું શિક્ષિત બનવું સંઘર્ષ માટે તૈયારી રાખવી અને સામાજિક રૂઢિઓ કુરિવાજોને ત્યજીને વિકાસ માટે સદૈવ અગ્રેસર રહેવું એ સાંપ્રત સમયની માંગ છે. કૃષિ મંત્રીએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન વિસાવદર અને ભેસાણ તાલુકાના જુના સ્મરણોને વાગોળી જણાવ્યું કે, આજે સમય બદલાયો છે, અને રાજ્ય અને રાષ્ટ્ર વિકાસની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે સૌ સહિયારા ભાવ, સંપથી રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહીએ અને આપણા ગામ આપણા શહેરને સ્વચ્છ રાખવા આપણે આપણું યોગદાન આપએ.

    આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયાએ કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાના સંતુલન માટે શિક્ષણ એક આવશ્યક હોવાનું જણાવી, ઉમેર્યું હતું કે સાંપ્રત સમયમાં યુવાનો ધંધા-રોજગાર અને નોકરી માટે ગામડા છોડીને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે ગામડા ભાંગી રહ્યાં છે, ગામડા માં માત્ર વડિલો રહે એવુ ઘણી વખત સમાચારોમા સાંભળીએ છીએ,ગામડાને જો બચાવવા હશે તો યુવાનોએ પોતાના શહેરી જીવનમાંથી વ્યસ્તતા વચ્ચે ગામડાઓમાં પોતાનો સમય અને શક્તિ અર્પણ કરવા આગળ આવવું પડશે, યુવાનોને ગામડાઓ બચાવવા ગામડાઓની પ્રવૃત્તિ અને ગામડાના વિકાસ માટે શહેરની સાથે સાથે પોતાની ફરજ પણ ન ભૂલવા અનુરોધ કર્યો હતો.

    સરદાર ધામના સ્થાપક ગગજીભાઈ સુતરીયાએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સંપ, સહકાર અને ચેતના થકી નાનકડા સુખપુર ગામે જે રીતે સમાજ ભવનનું નિર્માણ કર્યું છે તે અન્ય ગામડાના શ્રેષ્ટીઓએ પ્રેરણા લઈ અને પોતાના વિસ્તારમાં આવું એક સંગઠિત માધ્યમ
    બને તે દિશામાં કાર્ય કરવા સૌને અપીલ કરી હતી. અને તેમણે સરદાર ધામની થતી પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. આ પ્રસંગે રામાણી પરિવારના વડીલોનું પણ સાલ અને પુષ્પાહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકી મંત્રી રાઘવજી પટેલ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, વિસાવદર ભેસાણ મત વિસ્તારના ધારાસભ્ય ભુપત ભાયાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, અમરેલીના કેળવણી કાર અને ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણી, હર્ષદભાઈ રીબડીયા, કનુભાઈ ભાલાળા, લલિતભાઇ વસોયા, લલિતભાઇ કગથરા, સહિત મહાનુભાવોના હસ્તે સમાજ ભવનના નિર્માણ માટે યોગદાન આપનાર સમાજના દાતાશ્રીઓનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply