Skip to main content
Settings Settings for Dark

વીજ કંપનીના નેટવર્કમાં વીજ કરંટથી નાગરિકો, પશુમૃત્યુ તથા ખેડૂતોને પાકની સહાય ચૂકવવા સરકાર સતત પ્રયત્નશીલ: કનુ દેસાઈ

Live TV

X
  • રાજ્યમાં વીજ કંપનીના નેટવર્કમાં વીજ કરંટથી નાગરિકો પશુ મૃત્યુ તથા ખેડૂતોને પાકમાં થતા નુકસાન સંદર્ભે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે.અકસ્માતનો ભોગ બનનાર નાગરિકોના કિસ્સામાં અસરગ્રસ્ત વ્યક્તિને "બાઈનંદા કેસ"ની માર્ગદર્શિકા મુજબ અથવા રૂ. ચાર લાખ બંનેમાંથી જે મહત્તમ રકમ હોય તે મુજબ સહાય ચૂકવાય છે.

    આજે વિધાનસભા ખાતે વીજ કરંટથી નાગરિકો, પશુમૃત્યુ અને પાક નુકસાનની સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ કહ્યું કે,નાગરિકો ના કિસ્સામાં અકસ્માતો ભોગ બનનાર વ્યક્તિનો કસૂર પુરવાર થતો હોય કે ન થતો હોય પરંતુ જો વીજ અકસ્માત વીજ કંપની હસ્તકના સાધનો કે વીજ માળખામાં થયેલ હોય તેવા કિસ્સામાં સંબંધિત વીજ કંપનીની દ્વારા પ્રવર્તમાન ધોરણ અનુસાર માનવતાના ધોરણે રૂ. ૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.

    નાગરિકોના કિસ્સાઓમાં સંબંધિત વીજ કંપની દ્વારા વળતર ચુકવણીની પાત્રતા ધરાવતા અસર ગ્રસ્ત વ્યક્તિઓના કિસ્સામાં બાકીનું વળતર મુખ્ય વિધુત નિરીક્ષકના અહેવાલ આવ્યા બાદ "બાઈનંદા કેસ"ની માર્ગદર્શિકા મુજબ અથવા રૂ. 4 લાખ બંનેમાંથી જે વધુ થતું હોય તે મુજબ સહાય અપાય છે. છેલ્લા 2 વર્ષમાં એક કેસમાં મહત્તમ રૂ. 12 લાખની સહાય ચૂકવી દેવાઈ છે. અકસ્માતમાં નાગરિક શરીરનો અંગ ગુમાવે અને કાયમી ખોડખાંપણ આવે તો તેવા કિસ્સાઓમાં સહાય ચૂકવવામાં આવતી નથી.

    વીજ કંપનીના નેટવર્કના વીજ અકસ્માતને કારણે થતા પાક નુકસાનની પેટે વીજ વિતરણ કંપનીઓ દ્વારા વાસ્તવિક થયેલ નુકસાન ની રકમ ચૂકવણી સંદર્ભે ઉભા પાકના કિસ્સામાં આકારણી કરેલ નુકસાનના 80% અને ખેતરમાં લણીને મૂકેલા પાકના કિસ્સામાં આકારણી કરેલ નુકસાનના 90%ના દરે નજીકના APMC માર્કેટના પ્રવર્તનમાન  દર મુજબ "પાક વીમા" પોલિસીની શરતોને આધીન નિયત મહત્તમ સહાય મર્યાદામાં ચૂકવાય છે. વીજ વિતરણ કંપનીઓ દ્વારા વર્ષ 2014થી પાક નુકસાનની ચુકવણી માટે "પાક વીમો" લેવામાં આવે છે અને તેને દર વર્ષે રીન્યુ કરવામાં આવે છે. પાણીઓના પ્રાણ ઘાતક અકસ્માતના કિસ્સાઓમાં વિવિધ દૂધાળા સંવર્ગના પ્રાણીઓ માટે 3 હજારથી લઈને રૂ. 30 હજારની સહાય વળતર પેટે ચૂકવાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply