આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શક્તિપીઠ અંબાજીમાં ચાલતા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થશે
Live TV
-
હાલ શક્તિપીઠ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી અનેક માઈભક્તો ઉમટ્યા છે. ત્યારે આજે મહોત્સવના ચોથા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થશે.
તમામ મહાનુભાવો સૌથી પહેલા અંબાજીમાં મા અંબાના દર્શન કરશે. ત્યારબાદ 51 શક્તિપીઠના વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના કરી ગબ્બર તળેટી ખાતે મહા આરતીમાં ભાગ લેશે. સાથે જ રાત્રે લાઈટ તથા સાઉન્ડ શો નિહાળશે. મુખ્યમંત્રીના આગમનને કારણે અંબાજીમાં તડામાર તૈયારીઓ કરાઈ છે, સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જ્યારે ત્રણ દિવસ દરમિયાન 6 લાખ 85 હજાર ભાવિકોએ દર્શન કર્યા હતા. આજે જ્યોત યાત્રા , મસાલ યાત્રા, ત્રિશુલ યાત્રા સાથે પાલખી યાત્રા યોજાઇ હતી. આ યાત્રાનું પ્રસ્થાન એસડીએમ અને વહીવટદાર સિદ્વી વર્માએ કરાવ્યું હતું.
યાત્રાધામ અંબાજીનાં ગબ્બર ખાતે ચાલી રહેલાં 51 શક્તિપીઠમાં ચાલી રહેલાં મહોત્સવમાં આવનાર યાત્રીકો માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારાનિશુલ્ક રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે રીક્ષા એસ.ટી બસ સ્ટેશનથી ઉતરતાં યાત્રીકો ને ગબ્બર સર્કલ સુધી લઇ જાય છે. જેનાથી યાત્રીકોને સરળતા રહે છે. સામાન્ય રીતે અંબાજીમાં મેળા અને ઉત્સવ સમય રીક્ષા ચાલકોને ટ્રાફીક સમસ્યાને કારણે રીક્ષા સેવા બંધ રાખવાનું કહેવામાં આવે છે. પણ અંબાજી ગબ્બર મહોત્સવ જેવાં કાર્યક્રમો માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોજ નાં એક હજાર રૂપીયા એક રીક્ષા પેટે ચુકવવામાં આવે છે. જેનો લાભ અંબાજી ની 250 ઉપરાંત ની રીક્ષા ચાલકો ને મળી રહ્યો છે.
