વેરાવળ ખાતે માછીમારોના માર્ગદર્શન માટે વર્કશોપ યોજાયો
Live TV
-
ગીર સોમનાથના વેરાવળ ખાતે ઈન્ડિયન મેટ્રોલોજિકલ વિભાગ અને ફિશરીઝ વિભાગના સંયુક્ત ઉપક્રમે માછીમારો માટે વર્કશોપ યોજાયો હતો.
ગીર સોમનાથના વેરાવળ ખાતે ઈન્ડિયન મેટ્રોલોજિકલ વિભાગ અને ફિશરીઝ વિભાગના સંયુક્ત ઉપક્રમે માછીમારો માટે વર્કશોપ યોજાયો હતો. માછીમારોને ચોમાસા દરમિયાન સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા અંગે મૌસમ વિભાગ તરફથી માહિતી તેમજ ચેતવણીઓ આપવામાં આવે છે. આ વર્કશોપમાં IMD દ્વારા માહિતી આપવાની કાર્યપદ્ધતિથી માછીમાર સમુદાયને રૂબરૂ કરાવાયા હતા.
આ વર્કશોપમાં માછીમારો પાસેથી સૂચનો પણ માંગવામા આવ્યા હતા. પોતાના સૂચનોમાં માછીમારોએ તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી સરળ ભાષામાં માહિતી અને ચેતવણી મળે તેવા સૂચનો કર્યા હતા.
