વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ રાજ્ય સરકારનું બ્રેઇન અને હાર્ટ છે: મંત્રી ઋષિકેશ પટેલ
Live TV
-
ગાંધીનગર ખાતે વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યોજાયેલ ચિંતન શિબિર-2023માં મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે વૈધાનિક અને સંસદીય વિભાગને રાજ્ય સરકારનું હાર્ટ અને બ્રેઇન છે જે મહત્વનું કાર્ય કરે છે. કાયદો અને નિયમો બનાવવા, તેમાં સુધારા કરવા, મહત્વની જોગવાઇઓનો અભ્યાસ, પરામર્શ કરવું મહત્વના ભાષાંતરોનું મહત્વનું કામ કરીને આ વિભાગ સરકારની બેકબોન સમાન કાર્ય કરી રહ્યું છે. કાયદાઓની અદ્યતન રીપ્રિન્ટ તૈયાર કરવી નવા કાયદાનું પુન:પ્રકાશન કરી સચિવાલયના સંબંધિત વિભાગોને મોકલવું તેમજ અન્ય રાજ્યોમાં અમલી કાયદાઓની વિગતો એકત્રીત કરીને તુલનાત્મક અભ્યાસ અને સંશોધન કરવા જેવી મહત્વની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. મંત્રીએ વૈધાનિક અને સંસદીય વિભાગની કામગીરીની પ્રશંસા કરીને તેને બિરદાવી હતી. ગાંધીનગર ખાતેની આ ચિંતન શિબિરમાં વિભાગના મહત્વના આગામી પ્રોજેક્ટસ, તેમની મુશકેલીઓ અને પડકારોની વિગતવાત ચર્ચા કરવામાં આવી હતી.
