વ્યારા પાલિકાને‘ગાર્બેજ ફ્રી સિટી’ માં વન સ્ટાર રેટિંગ
Live TV
-
દેશભરના 1,435 શહેર અને નગરપાલિકાઓએ ભાગ લીધો હતો
તાપી જિલ્લાની વ્યારા નગર પાલિકાને , "ગાર્બેજ ફ્રી સીટી" માં "વન-સ્ટાર રેટિંગ" મળ્યો છે. તાજેતરમાં જ દિલ્હીથી આવેલી કેન્દ્રની ટીમ દ્વારા , 25 જેટલાં અલગ અલગ માપદંડોને આધારે , આ રેટિંગ આપવામાં આવ્યો છે. આ સ્ટાર
રેટિંગના મૂલ્યાંકનમાં , દેશભરના 1,435 શહેર , અને નગર પાલિકાઓએ ભાગ લીધો હતો. જેમાં વ્યારા સહિત રાજ્યની પાંચ નગર પાલિકાઓ , ગાર્બેજ ફ્રી સિટીમાં પસંદગી પામી હતી. જેને પગલે વ્યારાવાસીઓમાં , આનંદની લાગણી
છવાઈ ગઈ છે. "સ્વચ્છ ભારત મિશન" હેઠળ , ગાર્બેજ ફ્રી ભારતનું સ્વપ્ન સાકાર કરવાના ઉદેશ્યથી , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ્સના પેરામીટરની ચકાસણીના આધારે , સ્ટાર રેટિંગ આપી, જે તે વિસ્તારોને પ્રોત્સહિત કરવાનો , કેન્દ્ર સરકાર દ્વારા
પ્રયાસ કરાયો હતો.
