CM રૂપાણીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટની બેઠક યોજાઈ
Live TV
-
બેઠકમાં રાજ્યમાં પાણીની તંગી ન ઉદભવે તે વિશે ચર્ચા કરાઈ હતી.બેઠક વિશે માહિતી આપતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.તો સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે તેના પર પણ ચર્ચા કરવામાં આવી છે.તો જ્યાં જરૂર પડે ત્યાં પાઈપલાઈનથી પાણી પહોંચાડવામાં આવશે. તો કેબિનેટમંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, લૉકડાઉનની પરિસ્થિતિ અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં બે માસ દરમિયાન APL - BPL પરિવારોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ ખાદ્યપદાર્થોની કાળાબજારી થતી હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
