મહીસાગરમાં એક સાથે 14 પોઝિટિવ કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો વ્યાપી વધી રહ્યો છે. મહાનગરો બાદ હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે.
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો વ્યાપી વધી રહ્યો છે. મહાનગરો બાદ હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. આજે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વલસાડ અને પંચમહાલમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે જૂનાગઢ જિલ્લામાંથી સારા સમાચાર મળ્યા હતા. જિલ્લામાં વધુ 3 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.જિલ્લામાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 26 છે. જેમાંથી 12 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવતા હાલ એક્ટિવ કેસની સંખ્યા 14 છે. જેમને જિલ્લા સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો આ તરફ મહીસાગરમાંથી એક સાથે 14 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.
