Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં ચુંદળીનવાળા માતાજી બ્રહ્મલીન થયા, આવતીકાલે સમાધી આપવામાં આવશે.

Live TV

X
  • યાત્રાધામ અંબાજી ના ગબ્બર વિસ્તાર ની ગુફામાં રહેતા ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ જાની દેવલોક થતા તેમના ભક્તો માં ઘેરા શોક ની લાગણી પ્રવર્તી રહી છે

    ચુંદડીવાળા માતાજીના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની એ ગત રાત્રીએ ચરાડા તેમના વતન વતન  માં  મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28 મેના  ગુરુવારે સવારે 8.15 કલાકે ગુરુ પુષ્ય નક્ષત્ર માં અંબાજી ગબ્બરખાતે તેમના આશ્રમ ખાતે જ  સમાધિ અપાશે. છેલ્લા 80  વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી ,દૂધ કે ફળ ફ્રુટ કાઈ પણ લેતા નહોતા. જેના સામે  વૈજ્ઞિકોન પણ સોધી શક્યા ન હતા ને તેમના માટે પણ એક મોટો કોયડો બની રહ્યો હતો.

    તેઓ 80 વર્ષથી ખાધા પીધા વગર હવા ને સુર્ય પ્રકાશ થી  માતાજીની ભક્તિમાં લીન રહેતા હતા. તેમનો જન્મ 13 ઓગષ્ટ 1929ના રોજ માણસા તાલુકાનાં ચરાડા ગામે થતો હતો. એવું કહેવાય છે કે તેમના પર માતા આંબાના આશીર્વાદ છે. તેઓ અગીયાર  વર્ષના હતા ત્યારથી આજ સુધી એક અન્નનો દાણો પણ ખાધો નથી કે પાણી પીધુ નથી  આજ સુધી તેમને કયારેય નથી લાગી ભૂખ કે તરસ. તેઓ કહેતા હતા કે માતા દુર્ગાએ મને વરદાન આપ્યું છે એટ્લે મને ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી, એ તો ઠીક પણ આજ સુધી જૈવિક ક્રિયા પણ તેમણે અટકાવી રાખી છે. અને માત્ર તે શ્વાસ લઈને જ જીવી રહ્યા હતા. લોકમુખે એવી પણ વાતો ચર્ચાઇ રહી હતી કે જયારે 11  વર્ષના હતા ત્યારે ત્રણ કૂવારીકાઓ તેમની આપસે આવીને મારી જીભ ઉપર આંગળી મૂકીને વરદાન આપ્યું હતું. એ સમયથી આજ સુધી તેમને ક્યારેય ભૂખ લાગી જ નથી.

     

     ચુંદડીવાળા માતાજી ને હાલ અંબાજી ના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે રાખવા માં આવ્યા છે ને આવતીકાલે ગુરુવારે અંબાજીના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે જ અંતિમ વીધી કરવા માં આવશે અને હાલ માં લોકડાઉન ની પરીસ્થીતી માં જાહેરનામાં પ્રમાણે મર્યાદીત સંખ્યામાજ ભક્તો ઉપરસ્થીત રહી સકશે જોકે બાકી ના તેમના ભક્તો ને સોશીયલ મીડીયા મા માધ્યમ થી લાઈવ પ્રસારણ કરી દર્શન કરાવવામાં આવશે

    જોકે ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઈ જાની ગુજરાત કે ભારત દેશ જ નહી સમગ્ર દુનિયા માટે એક અજાયબી રૂપ હતા જેમણે એક બે દિવસ નહી પણ 80 વર્ષ અન્ન જળ વગર આ પ્રુથ્વી ઉપર જીવીત રહી શક્યા હતા જે આજના આધુનિક યુગમાં વિજ્ઞાન માટે પણ પડકાર બની ગયા હતા        

             પ્રહલાદભાઈજાની ઉર્ફે ચુંદડીવાળા માતાજી પર જ્યારે અમદાવાદમા સ્ટર્લિંગ ખાતે રિસર્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે એક બે નહી પણ દેશ વિદેશના 30 ડોક્ટરો ની ટીમ વચ્ચે હરતા ફરતા કેમેરા સામે રાખવામા આવ્યા હતા. ને તેમના આખા શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કોઈપણ પ્રકારનો ખોરાક કે પાણી પણ લીધું ન હતું, એક કે બે દિવસ નહી પણ પૂરા પંદર દિવસ તેઓ આ સ્થિતીમાં રહ્યા હતા. પરંતુ તેમના શરીરમાં કોઈ જ ફર્ક જોવા મળ્યો ન હતો.ડોક્ટરો પણ આ ચમત્કાર જોઈને અચંબામાં પડી ગયા હતા      ચુંદડીવાળા માતાજીનું મહત્વ એટલુ હતું કે લોકો દૂર-દૂરથી તેમના દર્શન માટે આવતા હતા. સફેદ દાઢી અને નાકમાં નથણી અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજીનો પહેરવેશ હતો. ચુંદડીવાળા માતાજીને પૂજવાથી બધા દુઃખ દૂર થાય છે તેવી લોકોમાં માન્યતા સમાયેલી જોવા મળતી હતી

    જ્યારે આજે અને આવતીકાલે  ચુંદડીવાળા માતાજીના અંતિમ ક્રીયા કરાશે અને જેમ સંત ને સમાધી અપાય છે તેમ સાસ્ત્રોક્ત વિધી પ્રમાણે તેમના આશ્રમ ખાતે જ સમાધી અપાશે. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ જાની છેલ્લા 80 વર્ષથી અન્નજળ વગર જીવી રહ્યા હતા.11 વર્ષની વયે તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply