શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી રાજયના મોટા મંદિરોમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર કરાયો
Live TV
-
આજે શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી રાજયના મોટા મંદિરોમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં આજે પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણના કારણે મંગળા આરતી સવારે 5 કલાકે થશે. સવારે 11 થી 12 વાગ્યા સુધી તેમજ ઉત્થાપન દર્શન 12 વાગ્યે તેમજ શયન (દર્શન બંધ) બપોરે 3 વાગ્યે થશે. ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર આજે બપોરે 3 વાગ્યે જ બંધ થઈ જશે. શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રહેશે. મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે, આજે બપોરે અઢી વાગ્યા પછી નિજમંદિરના કપાટ બંધ થશે. ગ્રહણ બાદ નિયત વિધિવિધાનો કર્યા બાદ આવતીકાલે સવારે સાડા આઠ વાગે મંદીરના દ્વાર ખુલશે અને ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે.
