ભાવનગરમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત રતનપર ગામે ઐતિહાસિક મહાકાળી વાવની સફાઇ કરી પુન: નિર્માણ કરાશે
Live TV
-
ભાવનગરમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત તાલુકા વહીવટી તંત્ર દ્વારા રતનપર ગામે ઐતિહાસિક મહાકાળી વાવની સફાઇ કરી પુન: નિર્માણ કરવામાં આવશે. રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી ગોહિલના હસ્તે પૂજન કરી વૃક્ષારોપણ કરાયું હતું. ભાવનગરના પ્રતિનધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના રતનપર ગામે ઐતિહાસિક વાવની સફાઇ કરી પુન: નિર્માણ કરવામાં આવશે.
