મુખ્યમંત્રીએ લોકો પોતાની રજૂઆતો ઘરે બેઠા કરી શકે તે માટે જિલ્લા સ્વાગતનું ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો પોતાની રજૂઆતો ઘેર બેઠા કરી શકે તે માટે જિલ્લા સ્વાગતનું ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. સામાન્ય રીતે તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં નાગરિકો પોતાની અરજી લેખિતમાં કચેરીમાં રૂબરૂ સંપર્ક કરીને રજૂ કરતા હોય છે. હાલના માહીતી ટેકનોલોજીના આ યુગમાં નાગરિકો કચેરીમાં રૂબરૂ ગયા વગર, ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની રજૂઆતો, ફરિયાદો, પ્રશ્નો રજૂ કરવાની પદ્ધતિ હાલ સફળતાપૂર્વક કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જિલ્લા સ્વાગતમાં કલેકટરો દ્વારા જે રજૂઆતોનું નિવારણ થયું હોય તે સંદર્ભમાં સંબંધિત જીલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા યોજીને સમય મર્યાદામાં તેનું પાલન થાય તે માટે કલેકટરો સુનિશ્ચિત કરે તે આવશ્યક છે. ઓકટોબર-2023 મહિનાના સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજય સ્વાગત મળીને 3 હજાર 300 ઉપરાંત રજૂઆતોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે.
