Skip to main content
Settings Settings for Dark

સુરતીઓ શરદ પૂનમને ચંદી પડવો તરીકે ઉજવશે

Live TV

X
  • સુરતીઓ શરદ પૂનમને ચંદી પડવો તરીકે ઉજવે છે. સુરતીઓ ચંદી પડવોની ઉજવણી ઘારી ખાઈને કરે છે. આ વર્ષે ચંદી પડવો રવિવારને દિવસે આવી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે સુરતીલાલાઓ આ એક જ દિવસમાં 60 હજાર કિલો જેટલી ઘારી ખાઈ જાય છે. આ વર્ષે કંદોઈઓ એ અત્યારથી જ ઘારી બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ દિવસ માટે સુમુલ ડેરીએજ 110 ટન ઘારી બનાવી છે જે ગત વર્ષ કરતાં 20 ટન વધારે છે. સુરતમાં ઘારી ખાવાનું ચલણ 1857 વિપ્લવ વખતે તાત્યા ટોપે અને તેમની સૈન્યએ સુરતમાં ચંદી પડવાના દિવસે ઘારી ખાધી હતી ત્યારથી શરૂ થયું છે. સ્વાદના શોખીનો માટે આ વર્ષે 12 જેટલા વિવિધ સ્વાદમાં મળશે. જેમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ સુગર ફ્રી ઘારી પણ મળશે. ઘારીના વેપારીઓના જણાવ્યા મુજબ સરેરાશ વધેલ મોંઘવારીને લઈને ઘારી મોંઘી થઈ છે જેની અસર ઘારીના વેચાણ ઉપર પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply