શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ
Live TV
-
શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે સુરક્ષાનો કરાયો ચાંપતો બંદોબસ્ત-પોલીસ કમિશનર એ.કે.સિંઘની અધ્યક્ષતામાં બંદોબસ્તનું યોજાયું રિહર્સલ-તો આવતીકાલે DGPના નેતૃત્વમાં યોજાશે ગ્રાન્ડ રિહર્સલ.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે હેતુસર પોલીસ તંત્ર સાવધ છે. કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘની આગેવાનીમાં રીહર્સલ યોજવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ રીહર્સલમાં જોડાયા હતા. આવતીકાલે ડી.જી.પી.ના નેતૃત્વ હેઠળ ગ્રાન્ડ રિહર્સલ યોજાશે.
તેની પહેલા તૈયારીઓના ભાગરૂપે સરસપુરમાં ભગવાનના મોસાળે ભવ્ય મામેરૂં યોજાયું હતું. ભગવાન જગન્નાથ, બહેન સમુદ્રાજી અને ભાઈ બલરામજી હાલ સરસપુર ખતે રણછોડરાયજીના મંદિરે મોસાળમાં મહેમાનગતિ માણી રહ્યા છે. મામેરાના દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
