Skip to main content
Settings Settings for Dark

શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાએ ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન’નો કરાવ્યો શુભારંભ

Live TV

X
  • શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાએ હેલીપેડ ગાંધીનગર ખાતે ત્રિદિવસીય 16મી ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન’નો  શુભારંભ કરાવ્યો. આગ લાગે નહીં અને આગની ઘટના બાદ થતા નુકસાનને અટકાવવા આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ આજના સમયની જરૂરિયાત છે. કાર્યક્રમ દરમિયાન શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા જ્યારે બ્રિટનને પાછળ રાખીને તાજેતરમાં જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે ત્યારે અગ્નિ નિવારણ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ માટે તથા આગના વિવિધ જોખમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આ ઉમદા પ્રયાસ માટે ફાયર સેફ્ટીના ઉત્પાદકો અને વપરાશકર્તાઓને એકસાથે લાવીને એડવાન્સ ટેક્નોલોજીનો લાભ લઈને આગ અને ઈમરજન્સી રિસ્પોન્સ સેવાઓને અપગ્રેડ કરવા માટે આ કૉન્ફરન્સ મહત્વની પુરવાર થશે. 

    આગ, ધરતીકંપ અને કુદરતી આપત્તિમાં નાગરિકોના જીવ બચાવવાની સાથે સંપત્તિનું પણ ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે ભારતભરમાંથી આવેલાં ફાયર સહિતના તજજ્ઞોના અનુભવનો લાભ આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ફાયરના અધિકારીઓ, જવાનો અને વ્યવસાયકારોને મળી રહેશે. ગુજરાતમાં મેગાસિટીની સાથે સાથે તાલુકાસ્તરે પણ ડિઝાસ્ટર ફાયર સર્વિસની ઉત્તમ સુવિધાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. 

    શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાએ ઈન્સ્ટીટ્યુશન ઓફ ફાયર એન્જિનિયર્સ દ્વારા ગુજરાતમાં આ કોન્ફરન્સનું આયોજન કરવા બદલ આભાર વ્યકત કર્યો સાથે વધુમાં કહ્યું કે, વર્ષ ૧૯૭૩માં સ્થાપના થયા બાદ અગ્નિ નિવારણ ક્ષેત્રે સતત સક્રિયતા દાખવીને સંસ્થાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ઈન્સ્ટીટ્યુશન ઓફ ફાયર એન્જિનિયર્સએ વર્ષ 1994થી આ પ્રકારની આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરવાનું કાર્ય હાથ ધર્યું છે અને આ 16મી પરિષદ છે. 

    ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ-GIDMના ડાયરેક્ટર જનરલ પી.કે. તનેજાએ કહ્યું હતું કે, ડેવલપમેન્ટ એન્ડ ડિઝાસ્ટર એકબીજા સાથે જોડાયેલા છે. જ્યાં નવી નવી ઇમારતો બને છે ત્યાં આગ સહિતની ઘટનાઓની શક્યતા રહેલી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે સંશોધન, અભ્યાસ અને તાલીમ માટે ગાંધીનગર ખાતે GIDMની સ્થાપના કરવામાં આવી છે, જેના થકી આ ક્ષેત્રે જોડાયેલા ગુજરાત, ભારત સહિત વિશ્વભરના અનેક યુવાનોને તાલીમ આપવામાં આવી છે. આ માટે GIDM દ્વારા એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ ફાયર સર્વિસના DG અવિનાશ ચંદ્રાએ ઉત્તરપ્રદેશ અને અન્ય પ્રદેશમાં અત્યાર સુધી બનેલી આગની ભયંકર ઘટનાઓ વિશે પોતાના અનુભવો વર્ણવીને આધુનિક ટેકનોલોજી થકી તેનાથી બચવાના ઉપાયો સૂચવ્યા હતા. 

    ઈન્સ્ટીટ્યુશન ઓફ ફાયર એન્જિનિયર્સ-IFE ઇન્ડિયાના પ્રમુખ પી.કે.રાવે સ્વાગત પ્રવચન કરીને ગુજરાતમાં પ્રથમવાર તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર સુધી યોજાનાર ત્રિદિવસીય કોન્ફરન્સની રૂપરેખા આપી હતી, જ્યારે IFEના DG ડૉ. યુ.એસ. ચિલ્લરએ આભારવિધિ કરી હતી. મંત્રી વિનુ મોરડીયાએ હેલીપેડ ખાતે યોજાયેલ ફાયર ઇન્ડિયા અંગેના આધુનિક ઉપકરણોના એક્ઝિબિશનનો પ્રારંભ કરાવીને GIDM, ગુજરાત ફાયર બ્રિગેડ, ONGC સહિતના વિવિધ કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લઈને મહત્વની માહિતી મેળવી હતી. 
    IFE-ઇન્ડિયાના ઉપક્રમે ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બાય ચેલેન્જિંગ ઇસ્યૂઝ ઓન ફાયર, સેફટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ની થીમ સાથે યોજાયેલી ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવિધ ટેકનીકલ અને સંવાદ સત્રો યોજાશે જેમાં ગુજરાત સહિત ભારતભરના વિવિધ રાજ્યોના ફાયર તજજ્ઞો પોતાના સંશોધનો વિચારો અને અનુભવો શેર કરશે. મંત્રી વિનુ મોરડીયાની વિશેષ ઉપસ્થિતિમાં IFE-ઇન્ડિયા અને CEDMS-GGSIPU-દિલ્હી વચ્ચે સમજૂતી કરાર, ફાયર સેફટી સાથે જોડાયેલા ડૉ.એસ.એમ.અલી, ડૉ. પ્રબોધ પનિન્દ્રે અને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીના ડાયરેક્ટર કે.કે. બિશ્નોઈને માનદ ફેલોશીપ એવોર્ડ તેમજ હરીશ ધર્મશિને ગ્લોબલ ફૂટ પ્રિન્ટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ફાયર સેફટી સાથે જોડાયેલી વિવિધ કંપનીઓ, ઉદ્યોગપતિઓ, તજજ્ઞો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply