શાકભાજીના ભાવ વધવાને કારણે રસોઇની થાળી મોંઘી થઈ
Live TV
-
શાકાહારી થાળીના વધતા ભાવ માટે ટામેટાં, ડુંગળી અને બટાકાના ભાવમાં અનુક્રમે 30 ટકા, 46 ટકા અને 59 ટકાનો વધારો જવાબદાર
શાકભાજીની આસમાને પહોચેલી કિંમતોને કારણે ઘરના રસોડામાં તૈયાર થતી શાકાહારી થાળીની કિંમત સતત વધી રહી છે.નવેમ્બર 2023થી વધી રહેલી શાહાકારી થાળીમાં અત્યાર સુધીમાં 10 ટકાનો વધારો થયો છે જેનાથી વિપરીત નોનવેજ થાળીના ભાવમાં 4 ટકાનો ઘટાડો થયો છે.
શુક્રવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે શાકાહારી થાળીના વધતા ભાવ માટે ટામેટાં, ડુંગળી અને બટાકાના ભાવમાં અનુક્રમે 30 ટકા, 46 ટકા અને 59 ટકાનો વધારો જવાબદાર છે.ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સનાં ડાયરેક્ટર – રિસર્ચ પુશન શર્માએ જણાવ્યું હતું કે, “ટામેટાં, ડુંગળી અને બટાકાની વધતી કિંમતોને કારણે આવું થઈ રહ્યું છે. ખરાબ હવામાનને કારણે પુરવઠાને પણ અસર થઈ છે.ગયા નાણાકીય વર્ષના ઊંચા આધારને ધ્યાને લેતાં આ વર્ષે આગળ જતાં થાળીના ભાવ નીચા રહેવાની ધારણા છે.
શર્માએ જણાવ્યું હતું કે, " અત્યારે ટામેટાના ભાવમાં વધારો થશે જોકે ઓગસ્ટના અંતમાં દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોમાંથી ટામેટાના પુરવઠાના આગમન પછી ભાવમાં ઘટાડો થશે.ક્રિસિલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "ડુંગળીની ઓછી આવક, માર્ચમાં કમોસમી વરસાદને કારણે બટાકાની પાકના ઉત્પાદનમાં ઘટાડો અને કર્ણાટક અને આંધ્રપ્રદેશના મુખ્ય ઉગાડતા પ્રદેશોમાં ઊંચા તાપમાનને કારણે ગત વર્ષની સરખામણીએ ટામેટાંની આવકમાં 35 ટકાનો ઘટાડો થયો છે.
બ્રોલઇરના ભાવમાં ગયા 14 ટકા ઘટાડાના કારણે નોનવેજ થાળીના ભાવમાં ઘટાડો થયો છે