બે રાષ્ટ્રીય નેતાઓ શનિવારે ગુજરાતમાં
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને લોકસભના વિપક્ષના નેતા રાહુલ ગાંધી બનશે ગુજરાતના મહેમાન
કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ શનિવારે ગુજરાત મુલાકાતે છે. તેઓ આવતીકાલે આંતરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે મહાત્મા મંદિર ખાતે યોજાનાર રાજ્યકક્ષાની ઉજવણીમાં હાજરી આપશે . વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી. વર્ષ ૧૯૨૩થી દર વર્ષે જુલાઈ માસના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવે છે. ભારત દેશ અનેક વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે. સહકારી ક્ષેત્રની ક્ષમતાને ધ્યાને રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ ભારત સરકારના અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી હતી. જોગાનુજોગ, આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને સહકાર મંત્રાલયનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે ભારત સરકારે પ્રથમવાર “સહકારિતા દિવસ”ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કરવાનો નિર્ણય કર્યો છે. ૬ જુલાઈના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને “આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ”ની ઉજવણી થશે.
આ સિવાય લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ શનિવારે ગુજરાતના મહેમાન બનશે.તેમના પ્રવાસ અંગે માહિતિ આપતાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી બપોરે ગુજરાત કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લેશે.જેલમાં રહેલા કોંગ્રેસના કાર્યકરોના પરિવાર સાથે મુલાકાત કરશે ઉપરાંત ગુજરાતમાં સર્જાયેલી જુદી જુદી કરુણાંતીકાઓના પિડિત પરિવારો સાથે મુલાકાત કરશે