મોરબી જિલ્લાના ટંકારા ગામને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા મુખ્યમંત્રીએ સોંપી
Live TV
-
વહીવટદાર કેતન સખિયાને ફરજ પર રાખવામાં આવ્યા
મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ તીર્થધામ ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો. જોકે મોરબી જીલ્લામાં ચાર તાલુકામાં નગરપાલિકા હતી. પરંતુ ટંકરામાં નગપપાલિક ન હતી. ત્યારે થોડા દિવસ પહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સરકારે ટંકારાને નગરપાલિકનો આપવાની જાહેરાત કરી હતી.
વહીવટદાર કેતન સખિયાને ફરજ પર રાખવામાં આવ્યા
ત્યારે ટંકારા નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને વહીવટદાર કેતન સખિયાને ફરજ પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો ઘોષિત થયેલો. ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ હોવા છતાં તેનો વિકાસ જોઇએ તેવો થયો ન હતો જેથી કરીને વર્ષોથી ટંકારાને પાલિકા આપવાની માંગ કરવામાં આવી રહી હતી તેવામાં ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના હાજર હતા ત્યારે ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે આ પાલિકાને ધમધમતી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સોનલબેન કાચાને ટંકારા પાલિકામાં વધારાનો ચાર્જ આપવામાં આવ્યો
હાલમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્યા છે. જેથી તેઓ આજે ટંકારા પાલિકાનો ચાર્જ સંભાળવાના છે. તે ઉપરાંત માળિયા પાલિકાના ઈજનેર વિવેક ગઢીયા અને ગોંડલ પાલિકાના મ્યુનિસિપલ ડે. એકાઉન્ટન્ટ સોનલબેન કાચાને ટંકારા પાલિકામાં વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
માળખાકિય સુવિધાઓમાં વિકાસ હાંસલ કરે તેવી લોકોની આશા
ત્યારે હવે ટંકારને નગરપાલિકોનો દરજ્જો મળતા સૌ પ્રથમ અધિકારીઓ ટંકારા વાસીઓ માટે માર્ગ-પરિવહન અને ભૂગર્ભ ગટરથી લઈ માળખાકિય સુવિધાઓમાં વિકાસ હાંસલ કરે તેવી લોકોની આશા છે. ટંકારા વિશ્વ ફલક પર તીર્થધામ તરીકે પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર સમાન આઇકોનિક શહેર બને તેવા પ્રેરક પ્રયાસો કરવામાં આવશે. અહીં મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ સ્થળ સહિત ગુરુકુળ સંસ્થાન, મ્યુઝીયમ સહિત અનેક વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.