Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ સંમેલનમાં ભાગ લેશે

Live TV

X
  • નેનો-ખાતરની ખરીદી પર ખેડૂતો માટે 50 ટકા સહાય યોજના

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધી નગરમાં 'સહકાર સે સમૃદ્ધિ' સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું કે, તેઓ 102 માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ પર ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિના સંમેલનમાં જોડાયેલા ભાઈ-બહેનો સાથે સંવાદ કરશે. તે ઉપરાંત બનાસકાંઠામાં મહિલા ઉદ્યોગ માટે શૂન્ય વ્યાજ યોજના અંતર્ગત કેસીસી-પશુપાલન રુપે ક્રેડિટ કાર્ટનું વિતરણ અને બનાસકાંઠા અને પંચમહાલમાં સહકારસે સમૃદ્ધિ પ્રોજેક્ટની સમિક્ષા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારી મંત્રાલય સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સુધારો કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

    નેનો-ખાતરની ખરીદી પર ખેડૂતો માટે 50 ટકા સહાય યોજના

    ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) અનુસાર, 102 માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની થીમ છે - "સહકાર બધા માટે સારું ભવિષ્ય બનાવે છે". પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ મંત્રાલયે ખૂબ જ ઓછા સમયમાં સહકારી ક્ષેત્રમાં 54 થી વધુ પહેલ કરી છે. 'સહકાર સે સમૃદ્ધિ' સંમેલન દરમિયાન, મંત્રી અમિત શાહ નેનો-ખાતરની ખરીદી પર ખેડૂતો માટે 50 ટકા સહાય યોજના પણ શરૂ કરશે.

    અમિત શાહ ભારત ઓર્ગેનિક ફ્લોરનું પણ ઉદ્ઘાટન કરશે

    આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ એ વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી છે. તે 1923 થી આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના હેઠળ જુલાઈના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે. યોગાનુયોગ, આ વખતે 6 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ઉજવણી કરવામાં આવશે, જે કેન્દ્રીય સહકારી મંત્રાલયનો ત્રીજો સ્થાપના દિવસ પણ છે. અમિત શાહ નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડના 'ભારત ઓર્ગેનિક ફ્લોર' નું પણ ઉદ્ઘાટન કરશે. આ સંમેલન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ગયા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી મોદીના 'સહકાર દ્વારા સમૃદ્ધિ' ના મંત્રને સાકાર કરવાની દિશામાં આ એક મોટું પગલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply