મહિસાગરના હડમતીયા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેડૂત કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવ્યું
Live TV
-
છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે
ભારતના ખેડૂતને સમૃદ્ધ બનાવવાનું આ સપનું પ્રાકૃતિક ખેતી થકી જ સાકાર થશે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીએ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પદ્ધતિ છે. તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે. ખેતીની ઉપજ પણ વધી છે. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અંગેના દેશી ગાય આધારીત ખેતીના પ્રયાસો થકી ગુજરાતમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે.
શૈલેષ પટેલે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવી
પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં તજજ્ઞોની ટીમ પણ આ દિશામાં પ્રયત્નશીલ છે અને ખેડૂતોને તાલીમબદ્ધ કરી રહ્યા છે. આવા જ એક હડમતીયા ગામના શૈલેષ પટેલે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવી ઓછી જમીનમાં વધુ આવક મેળવી, સ્વાસ્થ્ય વર્ધક ખેત ઉત્પાદનો સાથે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે.
છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે
પ્રાકૃતિક કૃષિકાર તરીકે સફળતા તરફ પ્રગતિ કરતા લુણાવાડા તાલુકાના હડમતીયા ગામના શૈલેષભાઈ પટેલ પહેલા રાસાયણિક ખેતી કરતા હતાં. આ રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું થતું હતું. ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહ્યા છે. તે અંગે માર્ગદર્શન લઈ તેમણે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ લઈ તેમના ખેતરમાં છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમણે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવ્યું છે.
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઓછું અને આવક વધુ મળે
તેમના ખેતરમાં ઘઉં, ચણા, બાજરી, મગફળી જેવા અનેક પાકોનું વાવેતર કરી વેચાણ કરી વધુ આવક મેળવી રહ્યા છે. હાલ તેમના ખેતરમાં ભીંડાનું વાવેતર કર્યું છે અને તેના થકી રોજની 900 રૂપિયાની આવક મેળવી રહ્યા છે. જેથી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઓછું અને આવક વધુ મળે છે. તે માટે દરેક લોકોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, તેવી તેમણે અપીલ કરી છે. તેઓ આજુબાજુના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપી રહ્યા છે . જેથી બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય દરેક લોકો પ્રાકૃતિક ખેતી કરી જમીનની ગુણવત્તા વધારી નીરોગી જીવન જીવી શકે.