શામળાજી મંદિર પરીસર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું
Live TV
-
ભગવાન કૃષ્ણની વધામણીની જે ઘડીઓ ગણાઇ રહી હતી તે પૂરી થઇ ગઇ છે. શામળાજીમાં ૧૨ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જન્માષ્ટમીના દિવસે સવારથી જ શામળાજી મંદિર પરીસર જય રણછોડ માખણ ચોર ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન કૃષ્ણના વધામણા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા છે. ભગવાન કૃષ્ણને પારણે ઝુલાવવા માટે હજારો ભક્તોની લાઇન મંદિરમાં લાગી છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ મહિલા મંડળ દ્વારા ભજન કિર્તન ગાઇને કાન્હાના વધામણા કર્યા હતા