દ્વારકાના જગતમંદિરમાં ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
Live TV
-
શ્રાવણ કૃષ્ણ અષ્ટમીએ મધરાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને સમગ્ર વાતાવરણ જાણે કૃષ્ણમય બન્યું. દ્વારકાના જગતમંદિરમાં ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. ભક્તો મુરલી મનોહરની એક ઝલક નિહાળવા કલાકોથી લાંબી કતારોમાં ઊભા હતા. અધરં મધુરં વદનં મધૂરં મધુરાધિપતે અખિલં મધુરં સાથે વ્હાલાના વધામણા કરવામાં આવ્યા. નંદઘેર આનંદ ભયો જન કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.આવો નિહાળીએ આ અદ્ભૂત નયનરમ્ય દૃશ્યો અને મધરાતની મહાઆરતી.