Skip to main content
Settings Settings for Dark

શિક્ષક દિન નિમિત્તે ગુજરાતના 40 શિક્ષકોનું 'રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક' પુરસ્કારથી સન્માન

Live TV

X
  • શનિવારે શિક્ષક દિન નિમિત્તે આયોજિત એક સમારોહમાં ગુજરાતભરમાંથી 40 શિક્ષકોને શિક્ષણ અને વિદ્યાર્થીઓના વિકાસમાં તેમના યોગદાન બદલ 'રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ઉત્કૃષ્ટ કાર્ય બદલ શિક્ષકોને પુરસ્કાર
    શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ રાજ્ય કક્ષાના સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોને પુરસ્કાર એનાયત કર્યા હતા. પુરસ્કાર મેળવનાર શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રશંસાપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

    ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે 5 સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે.

    ગુરુ અજ્ઞાનને દૂર કરીને અને જ્ઞાનનો માર્ગ બતાવે છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
    સમારોહને સંબોધિત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ભારતની પરંપરાગત સંસ્કૃતિમાં ગુરુના મહત્ત્વને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે રીતે માતા બાળકને જન્મ આપે છે, તે જ રીતે ગુરુ અજ્ઞાનને દૂર કરીને અને જ્ઞાનનો માર્ગ બતાવીને શિષ્યનું રૂપાંતરણ કરે છે.

    રાજ્યપાલે મેકોલેના શાસનકાળમાં શરૂ કરાયેલી શિક્ષણ પ્રણાલીની સરખામણી પ્રાચીન ભારતીય શિક્ષણના મૂલ્ય-આધારિત દ્રષ્ટિકોણ સાથે કરી હતી. તેમણે કહ્યું કે માનવતા, કરુણા, સેવા અને માતા-પિતા તેમજ ગુરુઓ પ્રત્યે શ્રદ્ધા વિના માત્ર ભૌતિક સમૃદ્ધિ અને વ્યાવસાયિક જ્ઞાનથી સ્થાયી સુખ પ્રાપ્ત થઈ શકતું નથી.

    તેમણે ઉમેર્યું કે પ્રાચીન કાળથી જ ભારતે ખગોળ વિજ્ઞાન અને ગણિત સહિત વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વર્તમાન યુગમાં તકનીકી અને ભૌતિક જ્ઞાનના મહત્વને સ્વીકારતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નૈતિક મૂલ્યો અને આત્મજ્ઞાન પણ એટલા જ આવશ્યક છે.

    રાજ્યપાલે "સા વિદ્યા યા વિમુક્તયે"નો મંત્ર આપ્યો હતો, જેનો અર્થ છે કે સાચું જ્ઞાન વ્યક્તિને મુક્તિ અપાવે છે. તેમણે ચેતવણી આપી હતી કે મૂલ્યો વિનાનું શિક્ષણ સામાજિક અશાંતિ અને પતનનું કારણ બની શકે છે. દેવવ્રતે શિક્ષકોને વિનંતી કરી હતી કે તેઓ દરરોજ પોતાના નિયમિત પાઠ શરૂ કરતા પહેલા થોડી મિનિટો ફાળવીને જીવન જીવવાની કળા, દેશભક્તિ, મૂલ્યો અને માતા-પિતા પ્રત્યેના આદર પર માર્ગદર્શન આપે. આગામી પેઢીના વિકાસ માટે ટેકનોલોજી અને સંસ્કૃતિ વચ્ચે સંતુલન જરૂરી છે.

    શિક્ષણ મંત્રીએ પુરસ્કાર વિજેતાઓ અને તેમના પરિવારોને અભિનંદન આપતા કહ્યું કે શ્રેષ્ઠ શિક્ષકો માત્ર બાળકોને શિક્ષિત નથી કરતા, પરંતુ આવનારી પેઢીને પ્રેરણા પણ આપે છે. બાળકોમાં મૂલ્યો, ગુણવત્તા, કૌશલ્ય અને જિજ્ઞાસા વિકસાવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અંતરિયાળ ગામડાઓમાં પણ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડવા માટે કાર્યરત છે. તેમણે શિક્ષણ જગતને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું અસરાકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા અને બાળકોને સક્ષમ, સંવેદનશીલ અને આત્મનિર્ભર નાગરિક બનાવવામાં મદદ કરવા આહ્વાન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
apply