Skip to main content
Settings Settings for Dark

શિક્ષણમાં સમાનતા અને પારદર્શિતાનો સમન્વય

Live TV

X
  • શિક્ષણમાં સમાનતા અને પારદર્શિતાનો સમન્વય: 161 સરકારી-સમરસ છાત્રાલયોમાં 16,597 વિદ્યાર્થીઓની પ્રથમ મેરિટ યાદી જાહેર

    ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં સમાનતા અને પારદર્શિતાના સમન્વય સાધવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે 161 સરકારી અને સમરસ છાત્રાલયોમાં 16,597 વિદ્યાર્થીઓની પ્રવેશ માટેની પ્રથમ મેરિટ યાદી આજે ગાંધીનગર ખાતેથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

    નવા શૈક્ષણિક સત્ર 2025-26 માટે, વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓને સમાવવામાં આવ્યા છે.

    કેટેગરી મુજબ વિદ્યાર્થીઓની પસંદગી:

    અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ: 80 છાત્રાલયોમાં 2,231 કુમાર અને 1,671 કન્યા મળીને કુલ 3,902 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

    વિકસતી જાતિ કલ્યાણ હેઠળ: 58 છાત્રાલયોમાં 1,855 કુમાર અને 965 કન્યા મળીને કુલ 2,820 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે.

    સમરસ છાત્રાલય સોસાયટી હેઠળ: 23 છાત્રાલયોમાં 5,322 કુમાર અને 4,553 કન્યા મળીને કુલ 9,875 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

    પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજોના વેરિફિકેશન બાદ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. આજે જાહેર થયેલી મેરિટ યાદીમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને તેમના મોબાઈલ પર SMS દ્વારા પણ જાણ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત વિવિધ સરકારી છાત્રાલયો અને સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીઓની ચકાસણી બાદ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

    આ છાત્રાલયોનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ જાતિના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો અને તેમને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ધોરણ 11 થી લઈને PhD સુધીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અહીં રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો પૂરી પાડવામાં આવે છે.

    આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહીદ, અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, વિકસતી જાતિ કલ્યાણ નિયામક વિક્રમસિંહ જાદવ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આ પહેલથી રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળશે અને તેમના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply