Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
સુરત 'સુપર ક્લીન લીગ'માં બીજા ક્રમે, અમદાવાદ 'ક્લીનેસ્ટ બિગ સિટી' બન્યું | DD News Skip to main content
Settings Settings for Dark

સુરત 'સુપર ક્લીન લીગ'માં બીજા ક્રમે, અમદાવાદ 'ક્લીનેસ્ટ બિગ સિટી' બન્યું

Live TV

X
  • સુરત 'સુપર ક્લીન લીગ'માં બીજા ક્રમે, અમદાવાદ 'ક્લીનેસ્ટ બિગ સિટી' બન્યું

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના બે મુખ્ય શહેરો – સુરત અને અમદાવાદે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

    આ પુરસ્કારોમાં ગુજરાતના સુરત શહેરને 'સુપર ક્લીન લીગ'માં બીજા ક્રમે સન્માનિત કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદને "ક્લીનેસ્ટ બિગ સિટી" નો દરજ્જો મળ્યો છે. ખાસ કરીને, 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે બાજી મારીને પ્રથમ ક્રમ મેળવ્યો છે, જે તેના સ્વચ્છતા અભિયાનની સફળતા દર્શાવે છે. નોંધનીય છે કે, 2015માં અમદાવાદનો સ્વચ્છતા રેન્કિંગમાં 15મો નંબર હતો, જેમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

    રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ સ્વીકાર્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો, પદાધિકારીઓ અને અધિકારીઓએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી. આ સિદ્ધિ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ તથા સુરત માટે ગર્વની વાત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply