શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર
Live TV
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. મે - 2021માં યોજાનાર ધો.12ના વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા આગામી 30 માર્ચ 2021ના રોજ જિલ્લાના નક્કી કરાયેલ વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રો ખાતે ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવશે.
