શોધ(SHODH) યોજનાથી ગુજરાતની યુનિ.ઓ આવનારા સમયમાં વિશ્વ માટે રિસર્ચ-સંશોધનની માઇલ સ્ટોન બનશે
Live TV
-
રાજ્ય સરકારની ‘શોધ’ ScHeme Of Developing High quality research (SHODH) યોજના ને પરિણામે ગુજરાતની યુનિવર્સિટીઝ આવનારા સમયમાં સમગ્ર વિશ્વ માટે રિસર્ચ-સંશોધનની માઇલ સ્ટોન બને તેવી નેમ છે. પ્રધાનમંત્રીશ્રીના નયા ભારત નિર્માણની કલ્પના ચિરતાર્થ કરવા યુવાશકિત પોતાના શોધ-સંશોધન વિશ્વ સમક્ષ મૂકી ભારતને વિશ્વનું શકિતશાળી રાષ્ટ્ર બનાવે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે શોધ-સંશોધન કરતા PHDના યુવા વિદ્યાર્થીઓને પોતાના નવોન્મેષી સંશોધન-રિસર્ચથી 'નેશન ફર્સ્ટ'નો ભાવ જગાવી ,માનવજાતના કલ્યાણ અને વિશ્વને ઉપયોગી રિસર્ચ-સંશોધન માટે ,પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણ આપતી દવા સહિતના બહુવિધ ક્ષેત્રોમાં આજની યુવા પેઢી ,પોતાના રિસર્ચ-સંશોધનથી લીડ લઇ ,ગરીબ, વંચિત, અંતરિયાળ, પીડિત વ્યકિતને ઊભા થવાનો આધાર આપી ,વસુધાના કલ્યાણનો ધ્યેય ,સાકાર કરે, તે સમયની માંગ છે. મુખ્યમંત્રીએ રાજ્યના ઉચ્ચશિક્ષણ વિભાગની શોધ ,ScHeme Of Developing High quality research - યોજના હેઠળ,રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં પી.એચ.ડી. કોર્સમાં ગુણવત્તાયુકત સંશોધન કરનારા ,૭પ૩ વિદ્યાર્થીઓને, આર્થિક સહાય-સ્ટાઇપેન્ડ પેટે ,કુલ ૩ કરોડ ૩૮ લાખ રૂપિયા, તેમના બેન્ક એકાઉન્ટમાં DBTથી આપવાના અવસરે યોજીત વેબિનારમાં ,સંબોધન કરી રહ્યા હતા. આ શોધ યોજના અંતર્ગત ,રાજ્યની યુનિવર્સિટીઓમાં, PHD અન્વયે ,સંશોધન કરનારા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી ,દર મહિને ,રૂ. ૧પ હજારનું સ્ટાઇપેન્ડ અને આનુષાંગિક ખર્ચ માટે ,વાર્ષિક રૂ. ર૦ હજાર મળી વાર્ષિક બે લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપે છે
