શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
Live TV
-
ગાંધીનગર: શ્રાવણ માસ દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રીના વેચાણ સામે રાજ્ય આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ નાગરિકોને ‘પૂજા માટેનું ઘી’ સહિત નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવા અપીલ કરી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ સહિતની ખાદ્યસામગ્રીનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ભેળસેળયુક્ત જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે.મંત્રીએ જણાવ્યું કે નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી ખાદ્યસામગ્રી ઘરે બનાવવી અથવા પ્રમાણિક વ્યક્તિ, માન્ય કંપની કે ગૃહ ઉદ્યોગ પાસેથી જ ખરીદવી જોઈએ. બજારભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે મળતું દૂધ કે ઘી બનાવટી હોઈ શકે છે, તેથી આવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.
તેમણે ચેતવણી આપી કે ખાદ્યસામગ્રીમાં ભેળસેળ કરનાર વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અનાલોગ પનીર, ચીઝ, માવો અને બટર જેવા બિનઅધિકૃત ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કે વેચાણ કરતા એકમો સામે પણ આગામી સમયમાં સઘન ચેકિંગ ચાલુ રહેશે.
