શ્રાવણ સુદ સાતમ પર્વે સોમનાથ મહાદેવનો વિશેષ ‘ૐ’ શૃંગાર
Live TV
-
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ સુદ સાતમના પર્વે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ ‘ઓમકાર દર્શન’શૃંગારથી શણગારવામાં આવ્યા હતા.
ચંદન, ભસ્મ અને વિવિધ પુષ્પોથી મહાદેવના ઓમકાર સ્વરૂપના ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા હતા.આ વિશેષ શૃંગારમાં સફેદ તથા લાલ ગુલાબ, કેસરી અને પીળા ગલગોટા સહિત કુલ 121 કિલો વિવિધ પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશેષ શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.
હિંદુ ધર્મમાં ‘ૐ’ને બ્રહ્માંડના મૂળ નાદ અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક માનવામાં આવે છે. ‘અ’, ‘ઉ’ અને ‘મ’ ત્રણ ધ્વનિઓથી બનેલું ‘ૐ’ ત્રિમૂર્તિ તેમજ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી ત્રણ અવસ્થાઓનું પ્રતીક માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા મુજબ ‘ૐ’ના ઉચ્ચારથી મનને શાંતિ મળે છે અને એકાગ્રતા વધે છે. આધ્યાત્મિક સાધનામાં પણ ‘ૐ’ને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
