Skip to main content
Settings Settings for Dark

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024: મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ પહોંચ્યા માઁ અંબાના શરણે

Live TV

X
  • વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ મંત્રીઓ, ધારાસભ્યો તેમજ સંસદ સભ્યો એક મોટા સંઘ સાથે શક્તિ પીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા.

    ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે ગુરુવારે ઐતિહાસિક ઘટના બની હતી. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ મંત્રીઓ, ધારાસભ્યો તેમજ સંસદ સભ્યો એક મોટા સંઘ સાથે શક્તિ પીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે 51 શક્તિપીઠના વિવિધ મંદિરોના દર્શન કરવાની સાથે આરતીનો લાભ લીધો હતો.

    આ ઉપરાંત, માતા સતીના જીવન આધારીત લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળવાની સાથે ગરબા રમ્યા હતાં. આ અવસરે શ્રી શક્તિસેવા કેન્દ્ર અંબાજીનાં પ્રયાસોથી ભીક્ષાવૃતિ ત્યજીને શિક્ષણ તરફ વળેલા 21 જેટલાં બાળકો પણ ગબ્બર તળેટી એ મહાઆરતીમાં જોડાયા હતા.

    ત્યારબાદ અંબાજી મંદિર ખાતે મુખ્યમંત્રીએ ગર્ભગૃહમાં પુજા કરી હતી. આ સમયે અંબાજી મંદિર પરિસરને હજારો દિવડા અને લાઇટથી સુશોભિત કરવામાં આવ્યાં હતાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply