Skip to main content
Settings Settings for Dark

સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી ઉંમરપાડા ખાતેથી પોષણ પખવાડિયાનો ભવ્ય શુભારંભ

Live TV

X
  • પોષણ અભિયાનને એક દેશ વ્યાપી જન આંદોલન બનાવી દરેક ઘર સુધી પોષણનો સંદેશો પહોંચાડવા માટે તા.૦૯/૦૩/૨૦૨૪ થી તા:૨૩/૦૩/૨૦૨૪ સુધી ચાલનાર પોષણ પખવાડિયાનો શુભારંભ આજરોજ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી ઉમરપાડામાં સમાવિષ્ટ ૧૮૨ આંગણવાડી કેન્દ્રો ખાતેથી કરવામાં આવ્યો હતો.

    પોષણ પખવાડિયાના પ્રથમ દિવસે સી. ડી.પી.ઓ દર્શનાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે તાલુકા પંચાયતના સભ્યશ્રી,સરપંચશ્રી, ગ્રામપંચાયતના સભ્યશ્રી, વડીલો, મુખ્યસેવિકા, આંગણવાડી કેન્દ્રના લાભાર્થી,સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ ,અન્ય બાળકો, વર્કર અને હેલ્પર બહેનોની હાજરીમાં દેશને કુપોષણ મુક્ત કરવાના શપથ લેવામાં આવ્યા.ખાસ કરીને બાળકો કિશોરીઓ અને મહિલાઓને સાક્ષર અને સશક્ત બનાવવાના વચન સાથે 'સહી પોષણ દેશ રોશન'ની ગુંજ દરેક કેન્દ્રમાં જોવા મળી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply