બોટાદ ૧૮૧ અભયમ ટીમ,મહિલા પોલીસ સ્ટેશન શી ટીમ દ્વારા, વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
Live TV
-
8 માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના MG ટ્યુશન ક્લાસીસ ની બહેનો સાથે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નાં કાઉન્સેલર પટેલ ખુશ્બુ બેન,પોલીસ કર્મચારી લતા બેન હાજર રહેલ અને 181 અભયમ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ કઈ રીતે લઈ શકાય તેના વિશે વિસ્તૃત માહિતી આપી.
શી ટીમના કર્મચારી ગોહિલ સુરપાલસિંહ દ્વારા શી ટીમની કામગીરી મહિલા પોલીસ સ્ટેશન પેટ્રોલિંગ તેમજ 1930,100,112 વિવિધ હેલ્પલાઇન તેમજ વધતા જતા સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે સાયબર સેફટી વિશે જણાવેલ 181 કાઉન્સેલર દ્વારા બહેનો સક્ષમ થાય જીવનમાં ગોલ નક્કી કરી આગળ આવે તેવું વાતાવરણ મળે તે માટે બહેનોને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, માહિતી પૂરી પાડેલ શુભેરછા સંદેશ આપવામાં આવ્યો હતો.
