Skip to main content
Settings Settings for Dark

સંભવિત વાવાઝોડાને પગલે પોરબંદરનું તંત્ર સજ્જ, 31 ગામોને સતર્ક કરાયા

Live TV

X
  • જિલ્લા કલેક્ટરે બેઠક યોજી લો લાઈનના 80 ગામો અને જિલ્લાના અન્ય 31 ગામોને સાવચેત રહેવા જણાવાયુ

    સંભવિત વાવાઝોડા ને લઈ પોરબંદર નુ વહીવટી તંત્ર સજજ બન્યુ છે પોરબંદર જીલ્લામા આગામી ૪૮ થી ૭ર કલાક માં વાવાઝોડા અને ભારે વરસાદી ની શકયતા રહેલી છે જેને પગલે જીલ્લા કલેકટરે સંબધિત તમામ વિભાગના અધિકારી સાથે એક મીટીગ નુ આયોજન કયુ હતુ અને કલેકટર ડી એન મોદી એ વિગતો આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર જીલ્લા ના ૩૧ ગામો ને સર્તક કરવામા આવ્યા છે તેમજ લો લાઈન ના ૮૦ ગામો ને પણ સાવચેત રહેવા જણાવામા આવ્યુ છે તેમજ ખેડુતો અને માછીમારો ને સાવચેતી દાખવા જણાવામા આવ્યુ છે.તંત્ર દવારા ખાસ કરી ને ખડુતો ને ઉનાળુ પાક માં મગ અને તલ સહીત ના જે પાથરા છે તે સલમત સ્થળે લઈ જવા પણ સુચના આપવામા આવી છે. તેમજ માછીમારો ને દરીયો નહી ખેડવા સુચના આપવામા આવી છે તો નગરપાલીકા દવારા ૧૭ જેટલા આશ્રય સ્થાન નકકી કરવામા આવ્યા છે અને ભારે પવન ને કારણે વૂક્ષા ધરાશાયની ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા એસપીવી રોડ અને હોસ્પીટલ રોડ ઉપર વૃક્ષ ટ્રીમીગની કામગીરી શરૂ કરી દેવમા આવી છે. તેમજ વરસાદી પાણીના  નિકાલ માટે પમ્પ ની વ્યવસ્થા કરવામા આવી છે. વાવાઝોડા ને લઈ પોરંબદરના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામા આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply