ગુજરાતમાં નવા 423 પોઝિટિવ કેસ, જ્યારે 861 દર્દીઓએ આપી કોરોનાને માત
Live TV
-
ગત 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. રાજ્યમાં આજે કોરોનાના નવા 423 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 314 પોઝિટિવ કેસ આવ્યા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 39 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 861 દર્દીઓ સાજા થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે.રાજ્યમાં કુલ સાજા થયેલ દર્દીની સંખ્યા 10780 થઈ છે. ગત 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1063 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 65 લોકો વેન્ટિલેટર પર છે
અમદાવાદ ૩૧૪
સુરત ૩૯
વડોદરા ૩૧
ગાંધીનગર ૧૧
મહેસાણા ૬
બનાસકાંઠા ૩
રાજકોટ ૩
સાબરકાંઠા ૩
આણદં ૨
પોરબંદર ૨
ભાવનગર ૧
અરવલ્લી ૧
પંચમહાલ ૧
મહીસાગર ૧
પાટણ ૧
વલસાડ ૧
સુરેન્દ્રનગર ૧
અન્દ્ય રાજ્ય ૨
