સંસદીય રાષ્ટ્રભાષા પેટા સમિતિ વડોદરાના પ્રવાસે.ડોક્ટર રીટા બહુગુણાના અધ્યક્ષ સ્થાને આવી છે સમિતિ
Live TV
-
વિવિધ કેન્દ્ર સરકારના વિભાગોમાં રાષ્ટ્રભાષાના ઉપયોગનું સમિતિ કરી રહી છે નિરીક્ષણ
સંસદીય રાજભાષા સમિતિના સભ્યો રીટા બહુગુણા જોશીની અધ્યક્ષતામાં વડોદરા આવ્યાછે. ત્રણ દિવસ દરમિયાન તેઓ ગુજરાતમાં આવેલા 21 જેટલી કેન્દ્રીય સરકારી કચેરીમાં હિન્દી ભાષાના ઉપયોગ સહિત પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવતી કાર્યવાહી અને કાર્યક્રમોનું નિરીક્ષણ કરશે.પ્રથમ દિવસે આઠ કચેરી દ્વારા આપવામાં આવેલા પ્રેઝન્ટેશન નિહાલ્યું હતું. ભારતીય રેલવેની ભારતીય રાષ્ટ્રીય રેલ એકેડમી ની મુલાકાત લીધી હતી તેમજ રેલવે વિશ્વ વિદ્યાલય ની મૂલાકાત લિબે અભ્યાસક્રમ વિશે જાણકારી મેળવી હતી, ત્યાર બાદ સાંજે વડોદરાનાં ખાદી ગ્રામોદ્યોગનાં વેચાણ કેન્દ્ર નું મુલાકાત લીધી હતી.આજે પણ 7 જેટલી સરકારી કચેરીઓના પ્રેઝન્ટેશન રાજભાષા સમિતિના સદસ્યો નિહાળશે. રીટા બહુગુણા જોશી બપોર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે રવાના થશે.
