સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર થઈ હોળી- ધુળેટી પર્વની ઉજવણી
Live TV
-
અમદાવાદ જગન્નાથ મંદિર હોળી ઉજવણી
રાજ્યભરમાં હોળી પર્વની ધૂમ જોવા મળી રહી છે.. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરે પણ ભક્તો શ્રદ્ધા પૂર્વક ભગવાન જગન્નાથ સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ફૂલો અને ગુલાલ ઉડાડી રંગોના તહેવારની ઉજવણી કરાઈ હતી. તેની સાથે સાથે આજે સવારથી જ મંદિરમાં મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભગવાનની આરતી કરાઈ અને ત્યારબાદ ચાંદીની પિચકારીથી કેસુડાના પાણીથી ભગવાન સાથે ધુળેટીનો આ રંગોનો પર્વ ઉજવાયો હતો.અમદાવાદ સ્વામિનારાયણ મંદિર
અમદાવાદના મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. અને ગુલાલ અને કેસૂડાંના જળથી રંગવામાં આવ્યા હતા. સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ‘ફૂલડોલ ઉત્સવ' ખૂબ ધામધૂમથી ઉજવતા. આ ઉત્સવની સ્મૃતિ માટે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા 200 વર્ષથી આ ઉત્સવ ઉજવાય છે.દ્વારકા હોળી ઉજવણી
ફાગણી પૂનમ નિમિત્તે 'ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ' ના ગગનચૂંબી નાદ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ડાકોર મંદિર ગૂંજી ઉઠ્યું છે. પૂનમની સૌપ્રથમ આરતી એટલે કે, મંગળાઆરતી સવારે 4ના વાગ્યે શરૂ થતાં 'જય રણછોડ' ના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. શ્રધ્ધાળુઓ આગલા દિવસથી જ ડાકોર ખાતે આવી પહોંચ્યા હતા અને આ મંગળાઆરતીના દર્શનની રાહ જોતા હતા. જે ઈચ્છા પૂર્ણ થતા લાખો ભક્તોએ રાજાધિરાજના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી છે.ડાકોર હોળી ઉજવણી
ફાળણી પૂનમ નિમિત્તે 'ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ' ના ગગનચૂંબી નાદ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ડાકોર મંદિર ગૂંજી ઉઠ્યું છે.. પૂનમની સૌપ્રથમ આરતી એટલે કે, મંગળાઆરતી સવારે 4ના વાગ્યે શરૂ થતાં 'જય રણછોડ' ના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. શ્રધ્ધાળુઓ આગલા દિવસથી જ ડાકોર ખાતે આવી પહોંચ્યા હતા અને આ મંગળાઆરતીના દર્શનની રાહ જોતા હતા.. જે ઈચ્છા પૂર્ણ થતા લાખો ભક્તોએ રાજાધિરાજના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી છે.વલસાડ હોળી ઉજવણી
વલસાડથી લોકસભાના સાંસદ એવા ધવલ પટેલના નિવાસે ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડીજેના તાલે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેતપુર સ્વામિનારાયણ મંદિર હોળી ઉજવણી
દેશભરમાં ધૂળેટીના તહેવારની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી. જેતપુર ખાતે સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન દ્વારા ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવમાં રંગોત્સવનું આયોજન કરાયુ. જેમાં સંતો અને હરિભક્તો ભક્તિના રંગે રંગાયા.સુરેન્દ્રનગર હોળી ઉજવણી
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સંસ્કારધામ મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો.જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમાને કેસુડાના ફૂલથી શણગાર કરાયો હતો. ત્યારબાદ ધાર્મિક સભા દરમિયાન મોટી સંખ્યામાં આવેલા હરીભક્તોને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ધુળેટી પર્વનું મહત્વ સમજાવી પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરાઇ હતી. બાદમાં ભગવાનના સાનિધ્યમાં હરિભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓને કેસૂડાંના પાણી તથા પ્રાકૃતિક રંગોથી ધુળેટીનો ઉત્સવ ઉજવી તમામ આવેલા દર્શનાર્થી ભક્તોને પર્વ નિમિતે શુભેચ્છા પાઠવી હતી.અમરેલી હોળી ઉજવણી
ધૂળેટીનો પર્વ એટલે રંગોનો ઉત્સવ. આ પર્વમાં સમગ્ર દેશવાસીઓ એક બીજાને રંગ લગાવી રંગે ચંગે ઉજવણી કરે છે. ત્યારે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળા અને અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ પણ રંગ ઉત્સવની ઉજવણી કરી હતી. સાવરકુંડલાના રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે DJ ના તાલે નાચી એકબીજા પર નેચરલ હર્બલ કલર ઉડાડીને ઉજવણી કરી હતી.સાળંગપુર હોળી ઉજવણી
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર ખાતે ભવ્યાતિભવ્ય હોળી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિશેષ શણગાર, દર્શન, આરતી, પૂજન સાથે સંતોએ દાદાને રંગ્યા હતા. મંદિર પરિસરમાં વિશાળકાય સ્ટેજ બનાવી 51 હજાર કિલો નેચરલ કલર સાથે ઉજવણી કરાઈ હતી. તો ડીજે ના તાલે નાસિક ઢોલ, નગારા, તાશા સાથે ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દરબારમાં રંગોત્સવ ઉજવવા પહોંચ્યા છે.વડતાલ હોળી ઉજવણી
વડતાલ ખાતે ફાગણ સુદ પુનમને 209 મો ફૂલ ડોલ ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. વડતાલમાં આવેલ જ્ઞાન બાગમાં ભગવાન શ્રીહરિનંદ સંતો સાથે મનભરીને રંગે રમ્યા હતા. આ ઐતિહાસિક અવસરને આજે 209 વર્ષ થયા છે. ત્યારે આજે વડતાલ મંદિરના પટાંગણમાં પ્રતિવર્ષની માફક ફાગણી પૂનમે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સાબરકાંઠા હોળી ઉજવણી
સાબરકાંઠા જિલ્લામાં આજે રંગોના પર્વ ધુળેટીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. જિલ્લાના નેતાઓ તેમજ આગેવાનો તેઓના કાર્યકરો સાથે ધુળેટી ઉજવી રહ્યા છે. ત્યારે સાંસદ શોભનાબેન બારૈયા સહિત હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા અને કાર્યકરો તેમજ આગેવાનોએ DJ ના તાલે ધુળેટીની ઉજવણી કરી હતી.સુરેન્દ્રનગર હોળી ઉજવણી
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગઈકાલે હોલિકા દહન કરી હોળી પર્વની ઉજવણી કરાઈ હતી.જ્યારે આજે વહેલી સવારે પોલીસ હેડ કોટર ખાતે ગ્રાઉન્ડમાં પોલીસ અધિકારીઓ, DIG ડોક્ટર ગીરીશ પંડ્યા અને તેમના પરિવાર સાથે ધુળેટીની ઉજવણી કરાઈ હતી. અને જિલ્લાના નાગરિકોને હોળી ધુળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.