સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
Live TV
-
સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે... છેલ્લા બે દિવસના વાદળછાયા વાતાવરણ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં અરવલ્લી જિલ્લામાં મોડી સાંજે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થયો હતો. અરવલ્લીના મોડાસા શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ભિલોડા, મેઘરજ અને ધનસુરામાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતા. અમેરલી જિલ્લાના ચિતલ, ચાવડ, ઢસા અને બાબરા રાજુલા અને આસપાસના ગામોમાં થયેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા.જ્યારે છોટાઉદેપુર જીલ્લાના નસવાડીના તણખલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાથે જ સાબરકાંઠાના હિમતનગરની આસપાસના વિસ્તારોમાં પણ ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્રના ભાવનગરમાં વરસાદી ઝાપટાંઓને કારણે ઠંડક પ્રસરી હતી. બીજીતરફ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસ્યો હતો. અમદાવાદના એસજી હાઇવે સહિતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.પાટણને પણ વરસાદ ભીંજવી ગયો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પ્રિમોન્સૂન એક્ટીવિટીના ભાગરૂપે વરસાદ પડવાની આગાહી કરી છે
