રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આપ્યું રાજીનામું.
Live TV
-
કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ આપ્યું રાજીનામું, તો ગઈકાલે કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ આપ્યું હતું રાજીનામું.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું હતું. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે. તો આ અગાઉ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ પણ રાજીનામું આપ્યું હતું. આમ હવે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યાબળ ઘટીને 65 થઈ ગયું છે.
