Skip to main content
Settings Settings for Dark

સિટી બ્યુટીફિકેશન : અમદાવાદ શહેરનું તળાવ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીનો નિર્ણય

Live TV

X
  • ‘ગામ તળાવ સોલા ગ્રામ પંચાયત’ તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજય સરકાર હસ્તકના તળાવનો વિકાસ કરવા માટે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિના મૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવનો વિકાસ કરશે. 
        
    મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર જે તળાવનો કબજો અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણયો કર્યો છે તે તળાવ ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. ૧ માં આવેલું ૩૭૧૯૪ ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે.

    અત્રે એ નિર્દેશ  કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે તેમાં વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર ૧ પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોકનં.૮૬ પરનું સરકારી તળાવ મહાનગરપાલિકાને સોંપાયેલા છે 

    માર્ચ-ર૦ર૦માં જે તળાવો મહાનગરપાલિકાને બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે રાજ્ય સરકાર આપ્યા છે તેમાં વટવાના તળાવનું ક્ષેત્રફળ ૨૮૨૨૭ ચો.મી., છારોડીનું ૪૨૫૯૩ ચો.મી., શીલજનું ૧૬૯૬૬૫ ચો.મી. અને ગોતાનું ૫૫૦૯૫ ચો.મી.ના ક્ષેત્રફળ ધરાવતા તળાવોનો સમાવેશ થાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply