Skip to main content
Settings Settings for Dark

સમગ્ર રાજ્યમાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ મોબાઇલ ધારકોને એક ટેસ્ટીંગ મેસેજ મોકલાયો

Live TV

X
  • સમગ્ર રાજ્યમાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ મોબાઇલ ધારકોને એક ટેસ્ટીંગ મેસેજ આવ્યો હતો, જેને 'Large Scale Testing of Cell Broadcast' કહેવાય છે. આ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો ઉપર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવ્યો હતી. “આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ" છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં લેવાની કે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવશે.  

    ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply