Skip to main content
Settings Settings for Dark

સમગ્ર રાજ્યમાં સાર્વત્રીક રીતે મેધરાજાની ધમાકેદાર પધરામણી

Live TV

X
  • સુરતના ઉમેરપાડામાં સૌથી વધુ 316 મિ.મી. વરસાદ નોંધાયો છે.તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી જોતાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો

    રાજ્યમાં ચોમાસુ બરોબર બેસી ગયું છે. આજે સવારે સાડા આઠ વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમેરપાડા તાલુકામાં સૌથી વધુ 316 મિ.મી. વરસાદ નોંધાયો હતો.કીમ નદીમાં પૂર આવતાં ગામડાને એલર્ટ કરાયા છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 117 મિ.મી. તો ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે 134 મિ.મી. વરસાદ નોંધાયો હતો.સાબરકાંઠાના હિંમતનગરમાં 125 , તો અરવલ્લીના ધનસુરામાં 116 મિ.મી. પાણી વરસ્યું હતું.સમગ્ર રાજ્યમાં મેઘમહેર થતાં ખેડૂતો ખુશ છે. નર્મદા બંધની સપાટી આંશિક વધારા સાથે 111.26 મીટરની ઊંચાઈએ પહોંચી છે. ઉકાઈ બંધની સપાટી પણ 296.63 ફુટની સપાટીએ પહોંચી ચુકી છે. આણંદમાં વીતેલા 128 મિ.મી. વરસાદ નોંધાયા પછી , ભારે વરસાદની આગાહી જોતાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.અમદાવાદ સહિત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજયના 92 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં સાડા બાર ઈંચ, સાગબારામાં સાત ઈંચ, માંગરોળ, હાંસોટ, નેત્રંગ, અંકલેશ્વર, આણંદ અને હિંમતનગરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૩૫ ટકા થવા પામ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply