Skip to main content
Settings Settings for Dark

સરકારી કચેરીઓમાં સરકારની હેલ્મેટ ડ્રાઈવ શરૂ, સરકારે જ દંડ કર્યો

Live TV

X
  • ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરજિયાત હેલ્મેટના આદેશ બાદ ડીજીપી વિકાસ સહાયે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

    રાજ્યમાં પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં આવતા ટુ-વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ત્યારે ગુજરાતનાં ચાર મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી ન આવ્યા હોવાનાં અલગ અલગ બહાનાં કાઢતા દેખાયા હતા, પરંતુ પોલીસે એકપણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઇ-મેમો આપ્યો હતો. આ ડ્રાઇવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા ન હતા. પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી તમામને દંડ ફટકાર્યો હતો. 

    અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ટ્રાફિક ડીસીપી સફીન હસન અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કલેક્ટર કચેરીમાં હેલ્મેટ વિના પ્રવેશતા કર્મચારીઓને ઈ-મેમો આપવામાં આવ્યો હતો. ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે જ હાલ આ અંગેની ડ્રાઇવ યોજવામાં આવી છે. સરકારી અધિકારીથી આ ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે જેથી સામાન્ય નાગરિકો તે જોઈને પાલન કરી શકે. જ્યાં સુધી 100 ટકા લોકો હેલ્મેટ પહેરતા નહીં થાય ત્યાં સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે. 

    ખમાસા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સવારે 10:00 વાગ્યાથી કોર્પોરેશનની મુખ્ય ઓફીસ ખાતે એન્ટ્રીગેટ પર ઉભા રહ્યા હતા. જે લોકો હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર પર આવી રહ્યા હતા તે તમામ લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને તેઓને દંડ ફટકારવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply