સરકારે જણાવ્યું કે, આવતા મહિનાની 1 તારીખથી ઈ-હરાજી મારફતે 200 મેટ્રીક ટન ઘઉં ખરીદી શકાશે
Live TV
-
સરકારે જણાવ્યું છે કે, આવતા મહિનાની પહેલી તારીખથી ઈ-હરાજી મારફતે 200 મેટ્રીક ટન ઘઉં ખરીદી શકાશે. ઉપભોક્તા કાર્ય મંત્રાલયે જણાવ્યું છે કે, બજારમાં ઘઉંના જથ્થાને ટકાવી રાખવા તેની કિંમતમાં સ્થિરતા લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ આ યોજનાના માધ્મયથી 100 મેટ્રીક ટન ઘઉં ખરીદી માટે જોગવાઈ હતી. મંત્રાલયના જણાવ્યા અનસાર ઇ-હરાજીના માધ્યમથી કુલ ઘઉંની માત્રા પણ ત્રણ લાખ મેટ્રીક ટન કરી નાખવામાં આવી છે. ઘઉં, ચોખા અને લોટની રીટેઇલ કિંમતમાં સ્થિરતા લાવવા હવે બજારમાં કેન્દ્ર સરકારે ઘઉં, ચોખા, બેઉની સાપ્તાહીક ઇ-હરાજી આયોજીત કરવાની પહેલ કરી છે.
