સરથાણા ખાતે C.R પાટીલની આગેવાનીમાં રેલી યોજવામાં આવી
Live TV
-
સરથાણા ખાતે C.R પાટીલની આગેવાનીમાં યોજવામાં આવેલી રેલી અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા બાદ પરવત પાટીયા ખાતે આવી છે
રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ભાજપ - કોંગ્રેસ સહિતની પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશથી કરવામાં આવી રહ્યો છે. આજે સુરત મહાનગર પાલિકામાં પાંચ વોર્ડને સાંકળતી વાહન રેલીનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સરથાણા ખાતે આવેલ શ્યામ ધામ મંદિર ખાતેથી પ્રદેશ ભાજપ પ્રમુખ C.R પાટીલની આગેવાનીમાં યોજવામાં આવેલી રેલી અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા બાદ પરવત પાટીયા ખાતે આવી છે. પ્રિયંકા ટાઉનશીપ ખાતે રેલીનું સમાપન થયું હતું. રેલીમાં સુરતના સાંસદ દર્શના જરદોષ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
